![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi0QW7pPQ-u6I8p93JuCcgn8FoO5m5e4Z0kjwnRKeM99ZLMNjU-A8Mglpv73VldLwlSJRU3WVSOWFnVgc76IjDk3JACxDKfjrSAPd_HOTf_Ey5K56QEEcvtpX3xPVSjbAoHqQ55ntCiDLk/s320/1200px-Simple_gravity_pendulum.svg.png)
"પેંડ્યુંલમ" જેને આપડે લોલક પણ કહીએ છીએ જે પહેલાની ચાવી વાળી ઘડિયાળ માં આવતું. બસ એ 4 ઇંચ ની લંબાઈ વચ્ચે એક છેડે થી બીજા છેડે નિરંતર હલ્યા કરે. શું આ એક જ કામ છે એને જીવન માં? આટલી મોટી યાંત્રિક દુનિયા માં નિરંતર એક જ જગ્યા એ ટીંગાઇ ને 4 ઇંચ ના પરિઘ માં જુમ્યા કરવું. ખબર નહીં લોકો નિરંતર કૈક અલગ અલગ કરવું એ વિચાર તા હોય છે. કઈ રીતે લોકો ની વાહ વાહ ચાહના મેળવવી એજ પ્રયાસ હોય છે જ્યારે આ મૃત લોલક ફક્ત અને ફક્ત એની નક્કી કરેલી સીમાઓ વચ્ચે જ હલતું હોય છે. આ વિચાર શરણી સામાન્ય વ્યક્તિ ઓ ની હોય છે. લોલક ભલે એની નિશ્ચિત કરેલી સીમા ઓ માજ હલતું હોય પણ એની સાથે જોડાયેલું એ ઘડિયાળ નું આખું મશીન ચલાવે છે અને અધૂરા માં પૂરું સમયસર કાંટા ઓ ને પણ કઈ રીતે કેટલું હલવું આગળ વધવું એ તો કરવું પણ એના કાબુ પણ રાખે છે. ઘડિયાળ (સમય) આ દરેક વ્યક્તિ ની સાથે જ છે. આખી માનવજાત શ્રુસ્ટિ અને બ્રહ્માંડ ને પણ કઈ રીતે કેટલું ચાલવું કયે સમયે ચાલવું એનું ભાન કરાવે છે. સૂર્ય ચન્દ્ર વરસાદ ઋતુ ચક્ર પણ સમય સાથે તાલ મેળવી ને ચાલે છે અથવા તો એમ વિચારી એ કે સમય આ બધા પર નિય...