કદમ અટકી ગયા
જયારે અમે પહોચ્યા બજાર માં,

વેચાઈ રહ્યા હતા સંબંધ,
ખુલ્લે આમ વ્યપાર માં

ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું

"શું કીમત છે સંબંધ ની ? "

દુકાનદારે કહ્યું :

કયો લેશો ?
બેટા નો આપું, કે પિતા નો ?

બહેન નો, કે ભાઈ નો ?

કયો લેશો ?

માણસાઈ નો આપું કે
પ્રેમ નો આપું ?
માં નો આપું કે વિશ્વાસ નો ?
કયો આપુ ?

બોલો તો ખરા,

ચુપચાપ ઉભા છો,
કઈક બોલો તો ખરા ...

હું એ ડરી ને પૂછ્યું :
દોસ્ત નો સંબંધ ?

દુકાનદાર ભીની આંખો થી બોલ્યો ...

"સંસાર આ સંબંધ પર જ
તો ટકેલો છે,
માફ કરજો
આ સંબંધ બિલકુલ નથી,

આનુ કોઈ મુલ્ય
લગાવી નથી શક્યુ,
પણ
જે દિવસે આ વેચાઈ જશે ...
એ દિવસે આ સંસાર
ઉજ્જડ થઇ જશે"


આ રચના મારા સૌ
સ્નેહી મિત્રો ને અર્પણ છે...


 સારૂ છે, પાપણનું *કફન* છે....

નહીંતર આ આંખમાં...

..... ઘણું બધું *દફન* છે...!!
------------------

Comments

Popular posts from this blog

ભગા ચારણ