Whatsapp પર આવે લો મેસેજ છે. સુંદર લાગ્યો તો અહીં મુક્યો.


આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે,
અચાનક જાણે મારૂં બાળપણ મળ્યું છે.

કિનારીએ ટોચાં પડેલી ફૂટપટ્ટી,
ને એની ઉપર ઇતરાતુ કોણમાપક મળ્યુ છે.

સંચાની કેદમાં ફસાએલી પેન્સિલ,
ને ધોળુ ઘસાયેલું સુગંધિદાર રબર મળ્યુ છે.

આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારું બાળપણ મળ્યુ છે.

પીળા પડી ગયેલા પાનાવાળી નોંધપોથી,
ને એમાં સાચવેલો પેન્સિલનો છોલ
કિનારીઓ ઉખડી ગયેલી પાટી,
અને રંગબેરંગી ચોકનુ એક બાક્સ પણ મળ્યુ છે.

આજે માળિયેથી એક ઘરડું દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે.

કાંચની ઘસાએલી એક બરણીમાં લખોટીઓ,
ને એમાં મારો સફેદ મોટો કંચો મળ્યો છે.
ચિરાયેલો લાલ દડો,
તત્ત્ડીઓ ભમરડો અને બિલ્લા વળી જાળનુ ગૂંચડુય મળ્યુ છે.

આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે.

એક જોડી મોજાં,
કાણાંવાળી બુઢીયા ટોપી અને સફેદ સ્વટેર જે હવે પીળુ થઈ ગયુ છે.

વર્તમાનના અનુભવે જે વારંવાર જોતો હતો,
એ રમણીય નાદાન સ્વપ્નુ મળ્યુ છે.

આજે માળિયેથી એક ઘરડુ દફતર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે.

બાળપણ બધા ને યાદ રહે છે અને યાદ રહેવું પણ જોઈ એ. ત્યારે હૃદય અને ખંભા નિર્મળ તા સાથે બેવ ખાલી હોય છે.

*એક ટુંકી વાર્તા*

તે !
છપ્પન ભોગના દર્શન કરી
ઝુંપડીમાં આવી
પાણી પીય ને સુઈ ગયો...

Comments

Popular posts from this blog

ભગા ચારણ