*અરે વાંચો તો ખરા મઝા આવશે..*

(1) 🌿
મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમર" ને બનતું નથી, પ્રયત્ન
કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. 🍀

(2) 🌿
માણસ વેચાય છે... સાહેબ... કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે. 🍀

(3) 🌿
અદભુત છે ને...... "દિવસ" બદલાય છે... ને એ પણ
"અડધી  રાતે". 🍀

(4) 🌿
જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે, શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ
જાય છે. 🍀

(5) 🌿
એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર......
ગોપીઓ પણ નહિ આવે
રાસ વગર.......
જગત માં બનવું છે બધા ને રામ....પણ... વનવાસ વગર. 🍀

(6) 🌿
એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ. કેમ કરી ભૂલાવી દેશો...
આખે આખો જણ. 🍀

(7) 🌿
એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું... સાહેબ....
જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા
દેખાડવાનું છોડી દો... 🍀

(8) 🌿
આંખો બંધ થાય તે પહેલા "ઉઘડી" જાય તો આખો જન્મારો
સુધરી જાય. 🍀

(9) 🌿
શબ્દોને શીખવું છું, થોડાં સીધા રહો, માણસની જેમ મરોડદાર
થવું બહુ સારું નથ. 🍀

(10) 🌿
હ્રદયના ટુકડા મજબુર કરે છે કલમ ચલાવવા માટે સાહેબ....
બાકી... હકીકત માં કોઈ પોતાનું દુ:ખ લખીને ખુશ નથી હોતું. 🍀

(11) 🌿
એકલા થયા જીવનમા તો ખબર પડી... ઘણા કલાકો હોય છે
એક દિવસ મા 🍀

(12) 🌿
બાવળ ને પણ  એ ક્ષણ ગમી હશે, જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે 🍀

(13) 🌿
કોઈના વગર કંઈ અટકતું નથી....
પણ અધુરું ચોક્કસ રહે છે. 🍀

(14) 🌿
લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી. 🍀

(15) 🌿
પડછાયા સાથે રેસ લગાવી, છેક સાંજે જીત્યો... પણ એ મારો ભરમ હતો સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો...🍀🍀🍀

Comments

Popular posts from this blog

ભગા ચારણ