વિશ્વાસ....
હેમુ ગઢવી ના જીવન નો સત્ય પ્રસંગ
હેમુભાઈ રાજકોટ રેડિયો સ્ટેશન માંથી રેકોર્ડિંગ કરી એક મિત્ર સાથે બહાર નીકળ્યા. મિત્ર એ પૂછ્યું ક્યાં જવું છે હેમુભાઈ એ કહ્યું એસટી સ્ટેન્ડ જઈએ.
હેમુભાઈ એટલા સરળ અને કોમળ હતા કે મિત્ર પૂછી ના શક્યો કે એસટી માં ક્યાં જઈશું. એસટી સ્ટેન્ડ પર થોડી વાર રાહ જોઈ અને એ બસ આવી જેમાં સફર કરવા ની હતી. મિત્ર સાથે એ બસ માં ગોઠવાઈ ગયા ટિકિટ લીધી 5-6 કલાક ની સફર પછી એક ગામ માં બસ પહોંચી ત્યાં ઉતરી ગયા એક ભાઈ ખેતર માંથી આવતા હતા એને ખિસ્સામાંનું પોસ્ટ કાર્ડ માંથી વાંચી એક ગામ નું પૂછ્યું તો એ વ્યક્તિ એ કહ્યું 8-10 ગાઉ જટલું છેટું છે ચાલી ને જ જવું પડે. બેવ જણ ચાલવા લાગ્યા... થાકી લોથપોથ થઈ ગયા ત્યારે એક ગામ નો વડલો દેખાયો. મિત્ર એ પૂછ્યું અહીં કોણ છે?... હેમુભાઈ કહે બેન ને મળવા જવું છે.
નાનપણ નો મિત્ર હેમુભાઈ ના આખા પરિવાર ને ઓળખે એમ છતાં પૂછી ના શકયો કે અહીં તો કોઈ તમારી બેન નથી રહેતી. ત્યાંજ એક ભાઈ દેખાયા એમને પૂછ્યું કે આ બેન નું ઘર ક્યાં છે તો એ ભાઈ એ ચીંધ્યું. ચાલી ને બેવ ઘર નજીક પહોંચ્યા. ગરીબ ખોરડું આમ તો ઝૂંપડું જ કહેવાય. કાચી દીવાલ ઘાંસ પાન થી છત બનેલી આંગણામાં બે ભાઈ બહેન 8-10 વર્ષ ની ઉંમર ના રમતા હતા. ઘરે મહેમાન ને આવતા જોઇ ઘર માં દોડી જઇ માંને કહ્યું કોઈ આવ્યું છે .
બેન બહાર આવી. નાના ગામડા ની સરળ સ્ત્રી ફક્ત પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. હેમુભાઈ એટલું જ કહ્યું હેમુ ગઢવી છું. બેને તરત જ કહ્યું આવો આવો પગરખાં કાઢી બેવ ઘર માં ગયા બેને એક જૂનો ગાભો પાથર્યો એના પર બન્ને બીરાજ્ય. બેને લોટા માં પાણી આપ્યું.
ખીચા માં રેકોર્ડિંગ માંથી આવેલા જે કાંઈ 300-400 રૂપિયા કાઢી બેન ના હાથ માં મુક્યા બેવ બાળકો જોઈ રહ્યા હતા પૂછ્યું માં... કોણ છે? માં એ કહ્યું "મામા છે બેટા પગે લાગો. બેવ બાળકો એ ચરણ સ્પર્શ કર્યા. વિસ્મયતાથી મિત્ર તો આ બધું જોઈ જ રહ્યો છે. બેવ બાળકો ના માથે હાથ મૂકી હેમુભાઈ ઉભા થયા કહે બેન હું જાઉં. ગરીબ બેને કહ્યું ભાઈ જમી ને જાવ. હેમુભાઈએ કહ્યું બેન બીજી વાર જરૂર આવીશ ત્યારે જમીશ અને ઘર બહાર નીકળી ગયા પગરખાં પહેરી જે માર્ગે આવેલા એ તરફ મિત્ર સાથે ચાલી નીકળ્યા. પાછા એજ ગામ માં આવ્યા મુખ્ય માર્ગ પર બસ ની રાહ જોવા એક ઝાડ નીચે બેઠા.
મિત્રે મૂંઝારા સાથે પૂછ્યું આ બધું શું છે? આ બેન કોણ?
.
.
.
.
.
ખીચા માંથી પોસ્ટ કાર્ડ કાઢી કહ્યું આ પત્ર કાલે રેડિયો સ્ટેશન માં મળ્યો....!
.
.
.
.
.
ખીચા માંથી પોસ્ટ કાર્ડ કાઢી કહ્યું આ પત્ર કાલે રેડિયો સ્ટેશન માં મળ્યો....!
"રોજ રેડિયો માં સવારે મારુ ગિત વાગે અને દૂર ક્યાંક રેડિયો વાગતો હોય અને આ બેન ના બાળકો પૂછે માં... આ કોણ ગાય છે? ત્યારે બેને કહ્યું આ તમારા મામા છે. બાળકો નિશાળે જતા હશે તો પોસ્ટકાર્ડ લઇ મારા નામ થી પત્ર લખ્યો... લે કાગળ વાંચ.....
મિત્ર એ પોસ્ટકાર્ડ હાથ માં લઇ વાંચ્યું.....
" પૂજ્ય મામા
તમારું ગિત રોજ સવારે રેડિયો માં સાંભળીએ છીએ દૂર ક્યાંક રેડિયો વાગતો હોય છે પણ એમ લાગેછે કે તમે સામે બેસી ને જ ગાવ છો..તમારો કંઠ ખૂબ સરસ છે. માં ને પૂછીએ કે કોણ ગાય છે તો માં કહે આ તમારા મામા છે..
મામા ક્યારેક તો ઘરે આવો....! બાપુ મરી ગયા પછી માં કાયમ રડતી હોય છે.....
મિત્ર ની આંખ માંથી ડળક ડળક અશ્રુ વહેતા હતા હેમુભાઈ મિત્ર ના ખભા પર પ્રેમ થી હાથ મુક્યો... બસ આવી બેવ મિત્રો બસ માં ગોઠવાયા.... માસ્તર આવ્યો... હેમુભાઈ એટલું જ બોલ્યા થોડીવાર તું મારો મામો થઈ ને ટિકિટ કઢાવ... કારણ જે કાંઈ હતું એતો બેન ના હાથ માં.....
..................ૐ

Comments
Post a Comment