ભગા ચારણ
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મથુરાના રાજા થ્યા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતી ને ભૂલી ગ્યા છો
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
એકવાર ગોકૂળ આવો
માતાજી ને મ્હોં લેખાવો
ગાયો ને હંભારી જાઓ રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મારા વ્હાલાને વઢીને કે’જો જી
વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
હે ગુણ ગાય ભગો ચારણ
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
સરખી સાહેલી સાથે
કાગળ લખ્યો મારા હાથે
વાંચ્યો નહીં મારા નાથે
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે
મથુરાને મારગ જાતા
લૂંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે....
ભગા ચારણ રચિત.
શ્રી. ભગા ચારણ રચિત આ ભજન નાનપણ થી સાંભળતો આવ્યો છું.. જ્યારે પણ સાંભળ્યું ત્યારે હૃદય ભરાઈ આવ્યું ને આંખો ભીંની થઈ ગઈ.
પ્રેમ નું કેટલું અમાપ સ્વરૂપ.... વિનંતી પણ છે ભાવ પણ છે આજીજી પણ છે અને હુકમ પણ છે... હે ઓધાજી મારા વાલા ને વઢી ને કહેશો જી...
અલંકારીક ભાષા માં ગોપીઓ ના હૃદય ની સંવેદના, પ્રેમ કરુણા અને વિરહ નો ધોધ આ ભજન માં જે રીતે વ્યક્ત કર્યો છે એમાં રચનાર ની ભાવના અને કલાત્મકતા ના અદભુત દર્શન થાય છે.
ભગા ચારણ, ગંગા સતી પાન બાઈ, ઝવેરચંદ મેઘાણી, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી) સહિત બીજા કૈક કેટલા એ સોરઠ ની ધરા નો ઇતિહાસ ચાહે વિરહ ના રૂપ માં હોય શોર્ય ના રૂપ માં હોય પ્રેમ ના રૂપ માં હોય કે દાતારી ને ઉદારતા ના રૂપ માં હોય... આ બધાજ રચયિતા ને મારા સાષ્ટાંગ દંડવત.....🙏

ખુબ સુંદર .. લખાણ છે કાકા
ReplyDeleteWah khub Sunder.
ReplyDeleteહૃદય સ્પર્શી ભાવ
ReplyDelete