મારા પર વિતી છે જે વાત કહું કોને?
યાદો માં વિતી છે એ રાત કહું કોને?
હું પણ જાણું છું તારી વેદના વાલમ,
હતી મારી શું ત્યારે હાલાત કહું કોને?
એક અશ્રુમાં વિતી તારી વિદાય કદાચ,
હાસ્યમાં પછી મળી જે માત કહું કોને?
છોડી નથી ગયી તને જરા પણ વાલમ,
અંતરમાં બેસાડ્યો જન્મ સાત કહું કોને?
તરફડતો રહ્યો હું તારા વિરહમાં કાયમ,
હૈયું ખોલી મળવું આજની રાત કહું કોને.
💕💕💕💕💕💕💕💕💕
સદીઓ થી એવુજ બનતું રહ્યું છે
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
સર્વસ્વ જેની સામે દીધું ધરી
એનેજ કોઈ જરૂર નથી મારી
નથી કોઈ મહેચ્છા મબલખ સંપદાની
મહેચા એટલીજ કે મારી પાસે રહે માહી...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
जिन्दगी एक प्रतिध्वनि है,
सब कुछ वापस आजाता है ,
अच्छा, बुरा,झूठ,सच ,
अतः दुनिया को आप सबसे अच्छा देनेका प्रयास करें
और निश्चित ही सबसे अच्छा आपके पास वापस आएगा.
💮💮💮💮💮💮💮💮💮
ચાલ, ચાલી નીકળીયે હું ને તું,
એકબીજામાં ભળીયે હું ને તું.
પ્રેમથી ભીડાય જાશું બાથ માં,
છેક ભીતર ઓગળીયે હું ને તું.
પ્રેમનો વરસાદ પડતો આભથી,
આજ ભીજાશું ફળીયે હું ને તું.
ચોઘડીયા કોણ જોવે, ચાલને?
પ્રેમમાં રોજે પડીયે હું ને તું.
છોડ દુનિયાની ખરી ખોટી રસમ,
જીંદગી આખી મળીયે હું ને તું.
😘 ...........................
Comments
Post a Comment