Posts

Showing posts from January, 2018

વિશ્વાસ....

Image
હેમુ ગઢવી ના જીવન નો સત્ય પ્રસંગ હેમુભાઈ રાજકોટ રેડિયો સ્ટેશન માંથી રેકોર્ડિંગ કરી એક મિત્ર સાથે બહાર નીકળ્યા. મિત્ર એ પૂછ્યું ક્યાં જવું છે હેમુભાઈ એ કહ્યું એસટી સ્ટેન્ડ જઈએ. હેમુભાઈ એટલા સરળ અને કોમળ હતા કે મિત્ર પૂછી ના શક્યો કે એસટી માં ક્યાં જઈશું. એસટી સ્ટેન્ડ પર થોડી વાર રાહ જોઈ અને એ બસ આવી જેમાં સફર કરવા ની હતી. મિત્ર સાથે એ બસ માં ગોઠવાઈ ગયા ટિકિટ લીધી 5-6 કલાક ની સફર પછી એક ગામ માં બસ પહોંચી ત્યાં ઉતરી ગયા એક ભાઈ ખેતર માંથી આવતા હતા એને ખિસ્સામાંનું પોસ્ટ કાર્ડ માંથી વાંચી  એક ગામ નું પૂછ્યું તો એ વ્યક્તિ એ કહ્યું 8-10 ગાઉ જટલું છેટું છે ચાલી ને જ જવું પડે. બેવ જણ ચાલવા લાગ્યા... થાકી લોથપોથ થઈ ગયા ત્યારે એક ગામ નો વડલો દેખાયો. મિત્ર એ પૂછ્યું અહીં કોણ છે?... હેમુભાઈ કહે બેન ને મળવા જવું છે. નાનપણ નો મિત્ર હેમુભાઈ ના આખા પરિવાર ને ઓળખે એમ છતાં પૂછી ના શકયો કે અહીં તો કોઈ તમારી બેન નથી રહેતી. ત્યાંજ એક ભાઈ દેખાયા એમને પૂછ્યું કે આ બેન નું ઘર ક્યાં છે તો એ ભાઈ એ ચીંધ્યું. ચાલી ને બેવ ઘર નજીક પહોંચ્યા. ગરીબ ખોરડું આમ તો ઝૂંપડું જ કહેવાય. કાચી દીવાલ ઘાંસ પાન થી છત બન...