દિલ માં થી
તુ મિનિટનો કાટો બનજે ..અને હું કલાકનો...
સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
જ્યારે આપણે આપણા સંબંધો માટે
સમય નથી કાઢી શકતા..... ત્યારે,
સમય આપણા વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે.....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ એવુ હોવુ જોઇએ વ્હાલા....કે દુશ્મન પણ કહે,,,
''હા એને કોણ ન ઓળખે ''
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એજ મજબૂરી રહી છે મારી દોસ્ત !
માથાડૂબ પાણીમાંથી તો નીકળી જાઉં છું,
પણ પાંપણડૂબ પાણીમાં સાલું ડૂબી જવાય છે.!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આંખ સાથે આંખો મળી ને સ્નેહ સાથે લાગણી ;
આ ચોમાસે અમે કરી છે, અઢી અક્ષરની વાવણી !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અતિશય ભીના ન થવું કે લોકો નીચોવી દે.
અતિશય કોરા પણ ન થવું કે લોકો ગડી વાળી ને મુકી દે.
થોડા આળાલીલા રહેવું કે લોકો ને સમજ ન પડે કે આને તડકે રખાય કે છાંયે....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પરપોટો કદી અસ્તિત્વ ઉપર
દસ લીટીનો નિબંધ લખી જ ન શક્યો, છતાં એ તેની પારદર્શીતાના સો ટકા ગુણ મેળવીને પાસ થઇ ગયો !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સુરજ ને કહો કે તારું રાજ જોખમ માં છે
આજે મેં વાદળો ને એક થતા જોયા છે
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મીઠા ફળો અને સારા માણસોની
હાલત પુછશો જ નહિ .... હંમેશા
ચપ્પુની ધાર પર જ જિંદગી હોય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ઋતુ ની માફક બદલાતા, માણસો એટલા મળ્યા ...
કે હવે થી હર એક, ઋતુ માફક આવી ગઈ... !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ચોપડીના દાખલા ખોટા પડે તો પહોંચી વળાય સાહેબ...,
લાગણીનું ગણિત ખોટું પડે ત્યારે જિંદગી ગોટાળે ચડે...!!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ભાગીદારી કરો તો કોકના દુ:ખદર્દ માં કરજો
સાહેબ,
કેમકે ખુશીયો ના પ્રસંગના તો અહીં દાવેદાર ઘણા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કહી દેજે એ દવા ને, તારું પણ નહીં ચાલે.
શબ્દો ના ઘા લાગ્યા છે, ક્યારેય રૂઝ નહીં આવે..!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સભ્યતા ને લીધે મૌન ન રાખ,
જમાનો એને તારી નબળાઈ સમજશે..!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ઉગતી હોય લાગણી તો આંખો માં આંસુ લાવી દઉં,
એક-બે છાંટા નહીં, પૂરેપૂરું ચોમાસું લાવી દઉં...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પર્વતો એ કંઈ નથી બસ, પથ્થરોની એકતા છે'.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મદદનું એક વખત પાટિયું લગાવ્યું તું
શિખામણોનું લગાતાર દાન આવ્યુ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
જરૂરત જેમ પડતી જાય, સહુ બદલાય છે પોતે,
સવારે હોય એવો માનવી ક્યાં હોય છે રાતે ? .
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બસ હવે તો મન મૂકીને વરસી લે એય આકાશ,
આમ ભારે હૈયે ફરવું એ માણસને શોભે, તને નહીં!..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આપણું એન્જોય એવું હોવું જોઈએ કે એન્જોય આપણે કરીયે ને જોનારને એન્જોગ્રાફી કરાવવી પડે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અસ્તિત્વ પર ઘણાં "ઉઝરડા" થાય છે.
ત્યારે.. જ માણસ સમજદાર થાય છે...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નિમિત નાનુ ને નુકસાન મોટુ
અેનું નામ "ક્રોધ"....!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બારણું વાસતાં ભેજ નડે તો, ચોમાસાને દોષ ના દેતા
કદાચ, થોડી ઘણી યાદો, હજી ઉંબરે બેઠી હશે..!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તુટી ગયું મેઘધનુષ મારા હ્રદયનું,
અતિશય પ્રત્યંચા ખેંચાઇ ગઈ લાગણીમાં..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
યાદોના પાનાથી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ,
મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી.....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આંખેlમાં રહેલી લાગણીની ભીનાશ વાંચી શકે તેને
ભણેલા ન કહેવાય ..એને પોતાના કહેવાય.
Comments
Post a Comment